Posts

Showing posts from July, 2021

જોઉં તને હું જ્યારે પણ.....

Image
જોઉ તને હું જ્યારે પણ થઈ જાય તારો આ મારો મન..               જોઉં તને હું જ્યારે પણ…. સતત વહેતો આ પ્રવાહ., તારા મુખ પર થોભે.(*૨) ન જાણે નાનકડો વાદળ., કેવી રીતે અમી પર શોભે. તેજ જોઈ જોઈ તારા હૃદયમાં., ખોતો જાવ હું તિમિરનો રંગ.,                   જોઉ તને હું જ્યારે પણ... સંભાળતો  ખુદને ક્ષણ પહેલા., ને તારા નેત્રમાં હવે ડૂબતો જાવ.,(*૨) તારા શશી સમા રૂપ પર. સાગરના મોતી પણ ત્યજતો આવ., સ્મિત તારા હોઠ નો  કરાવે હમેશ મને નમ.                    જોઉં તને હું જ્યારે પણ…. મધુર એ મીઠો સ્વર તારો., મારા દિલ ને છંછોડે.,(*૨) તારા રેશમી વાળની ઘટા., મારી આંખોને પંપોળે., થઈ જાવ હું નિશ્વેસ્ત., તારા જોબનનો છે અલગ ઢંગ.,                     જોઉં તને હું જ્યારે પણ…. તારા રૂપ-રેખા નો આકાર., છે સાગર ને પર્વત જેવો.,(*૨) ખોવાય સંપુર્ણ તારામાં., જે નીકળે શોધવા એ રંક ભલે કે રાજા એવો., તારા સ્પર્શનો ભાષ કરવા., વહી જાય ભ...

પુસ્તક : લાગણીના શબ્દો.....

Image
First Ebook has been published on Amazon with your support. Thank You. 😊 Please buy and read. Give Good review and star. Please follow me on Insta : 1. "_tnayaj_"  & 2. "amateursnote" Please visit my Blog : http://amateursnote.blogspot.com/ You can also follow me on Matrubharti. Feel free to contact me on 7043846061 for any queries related to Ebook. Kindly share with your Friends, Relatives and Groups. Amazon link is below to buy Ebook. Amazon Link Keep Support..... 🙏 - Jayant

જીવન જાણે ધીરે ધીરે.....

Image
ક્ષણ પહેલા તો શરૂ થયો ને હમણાં જ પુરો થતો જાય.. જિંદગી નો મધુર પ્રવાસ., જાણે, પલકારામાં સરતો જાય…(*૨) જીવન જાણે ધીરે ધીરે. બસ યાદો બનતું જાય…. મિત્રોનો સાથ હમણાં તો મળ્યો., હાથનો સંગાથ હાથમાં ભળ્યો..(*૨) હસતા હસતા જ એકમેકની વાતમાં., કંચન સમાં સમય જડ્યો..(*૨) બેસતાં એકાંતમાં સાગર તટે., જેની ભરતી હવે ઓટ થતી જાય… જીવન જાણે ધીરે ધીરે. બસ યાદો બનતું જાય…. રાત્રી એ ઝગમગ કરતી., ને પ્રહાર કલરવ ભરતું..(*૨) જીવનનું એકએક પળ., નદીની જેમ વહેતુ કરતું(*૨) ઊગેલો સૂરજ પ્રકાશમાં., સંધ્યામાં હવે ઢળતો જાય… જીવન જાણે ધીરે ધીરે. બસ યાદો બનતું જાય…. બસ યાદો બનતું જાય….

Moon.....

Image
Moon which is behind the clouds Came into my dreams… It's opened the curtains of love from eyes.. But without feeling of love.., I used to live nothing.. And it tried to fill something in heart Preoccupied sentiment of breath Suddenly got slipping on face., Smile of the sebaceous which never come ever., Spread automatic on chicks The moon brought buoyant of brightness In dark black pale life.. The moon gave quietude  To my bustle life…. Life has been uncontrolled  With some aspect of control.. And I became limitless feeling flow of love Which is flowing like a river.. The moon told me that I don't know.. And I have been feeling love.. Moon which is behind the clouds  Came into my dreams……

માણસ.....

Image
માણસ હમણાં બધું કરી લે… જીવવા સિવાય… દરેકને સમજી લે છે… જાતના સિવાય… દૂર સુધીની વાતો કરે… ને બે પગલાંમાં થોભી જાય… રસ્તા પર પડતા બચવા… નજરોમાં પડતો જાય… કેવી જાણે દોડમાં છે… જેના માટે બધું છોડવા તૈયાર… સમય કાઢીને પૈસા કમાય… ને પછી પૈસા ખર્ચવા સમય ન કઢાય… દિલ પથ્થરનું થતું જાય છે, કે… હવે ભગવાને દિલ જ આપવાનું બંધ કર્યું... દરેક વાતમાં લાભ… બાકી બધે પાણી ફર્યું… નાટક હવે રંગમંચ પર નહીં… સંબંધોમાં રમાય… મતલબની હદો પાર કરી… મેચ્યોર થવાય.… દરેકમાં જાતનું જોવું… તેને હવે જીવન કહેવાય... ને પરિસ્થિતિ સાથે રંગ બદલે… તેને માણસ કહેવાય….

માં.....

Image
માં, માતા, અમ્મા, માઈ, આઈ કે પછી મધર. જે કંઈ નામથી બોલુ, અર્થ તો એક જ થાય ઈશ્વર! જેના વિશે લખવું મારા મતે સૂરજની સમક્ષ જ્યોત પ્રજ્વલિત કરવા જેવું છે. મારા જન્મ પછી કોઈ દિવસ એવો પસાર ન થયો હોય કે માં મારા હિત વિશે ન વિચારતી હોય. તેમના દિવસની શરૂઆત મારા સુખ માટેની પ્રાર્થનાથી થાય ને અંત મારા દુઃખ માટેની ચિંતાથી. માં જાણે મારી દરેક સમસ્યા માટે પર્વતની જેમ અડીખમ ઉભી રહી માતૃત્વના મધુર ઝરણાંનું રસપાન કરાવે છે. મારા જીવનરૂપી છોડમાં જાણે પ્રેમનું અમૃત રેડતી જાય ને સાથે ભરીભરીને દુવાઓની ખાધ નાખતી જાય. દુઃખમાં પણ હસતાં મોઢે બધું સહન કરી ડગમગ કરતી નૌકાને કિનારે પહોંચાડવું એ હું તેમનાથી જ શીખ્યો છું. તે મારા જીવનમાં નૈતિકતા, શિષ્ટતા, પ્રામાણિકતા અને સભાનતા જેવા ચાર સ્તંભને જકડીને ઉભી છે. જીવનમાં બધી વસ્તુ સંભાળવી મારા માટે અઘરી છે પણ માં હળવાશથી બધું સંભાળી લે છે. હું ક્યારેક તો વિચાર કરી થાકી જાવ પણ માં ઘરના કામ અને જવાબદારીથી થાકતી નથી. મહેમાનો અને અમારું તો છોડો માંતો પશુપંખીની પણ સંભાળ રાખે. તે જીતી જાગતી સંસ્કૃતિની મિશાલ છે. માં કહે સુખ બધુ તમારુ ને દુઃખ બધું મારુ. વાહ! શું એમનું...

પૃથ્વી.....

Image
                      પૃથ્વી જેને આપણે બધા એ માતાની પદવી આપી છે. જેમ માં પોતાના બાળકને સાચવે છે, ઉછરે છે ને દરેક પ્રકારનું આનંદમય જીવન અર્પણ કરે છે. તેવી જ રીતે પૃથ્વી પણ તેના પર જન્મ લીધેલા સમસ્ત જીવને સાચવે છે, ઉછરે છે ને દરેક રીતનું આનંદમય જીવન અર્પણ કરે છે. તે માં ની જેમ જ પોતાને કષ્ટ આપનારને પણ માફ કરી નિસ્વાર્થ પ્રેમ આપે છે. પૃથ્વીનું આ મધુર પ્રેમ વર્ષોથી તેના પર રહેતા દરેક જીવને મળતું આવ્યું છે, પરંતુ વર્તમાનની પરિસ્થિતિ જોતા ભવિષ્યમાં આ જ પ્રેમ મળે તે કલ્પવું કે વિચારવું અઘરું લાગે છે.                      પૃથ્વી  મનુષ્યને બધા જ સ્ત્રોતો પુરા પાડે છે. જે ખરેખર તો અનમોલ છે. જેમકે, ખાવા માટે ખોરાક, પીવા માટે પાણી, શ્વાસોચ્છવાસ માટે હવા અને અનેક કાર્ય માટે અનેક સ્ત્રોત. તે જ જંગલોનું યોગ્ય રીતે નિર્માણ કરે છે ને પશુ પંખીને સાચવે છે, તે જ નદીને મીઠી અને બધા માટે પીવા લાયક બનાવે છે, વાદળોના સ્વરૂપ લઈ વરસાદ વરસ...

ગાંધીજીને પત્ર

Image
પ્રતિ, શ્રી મહાત્મા ગાંધી, સાબરમતી આશ્રમ, અમદાવાદ                       વિષય : તમારા સ્વપ્નના ભારતની દશા પૂજ્ય મહાત્મા,            મારા જીવન રૂપી ઝરણાના પ્રવાહને વહેવા જે બળ આત્મિક રીતે મળ્યો છે તેટલો જ બળ મને તમારા વિચારોથી પ્રાપ્ત થયો છે. તમારી સામાન્ય વાતો પણ મારા જેવા લાખો લોકોને પ્રેરણા આપે છે. મનમાં એક અભિલાષા બાળકની જેમ તમને મળવા ઉછળે છે. સત્ય અને અહિંસાનો જે પાઠ તમે આજના હિંસક યુગમાં શીખવ્યો છે તે અદભુત છે. તમારા રગેરગથી જાણે સત્યની મહેક આવે છે અને સત્ય જ તો પરમાત્મા છે. જીવનમાં એક વાર તો તમારા દર્શનનું સ્વાદ ચાખું તે ભૂખ અંતરમાં જાગવા લાગી છે. રહી વાત મારી ઈચ્છાની, પણ મારું પત્ર લખવાનું મુખ્ય હેતુ તો તમને મારી નજરે દેશની દશાનો સાક્ષાત્કાર કરવાનો છે.તમે કદાચ દેશની દશાથી વાકેફ જ હશો પણ જે હું આસપાસ અનુભવીને લખી રહ્યો છું તે મારા માટે તો અકલ્પનિય છે.મારા વિચાર કદાચ તમારા વિચારની અવગણના કરી લેશે. તમે મારી આ ...