માણસ.....
માણસ હમણાં બધું કરી લે…
જીવવા સિવાય…
દરેકને સમજી લે છે…
જાતના સિવાય…
દૂર સુધીની વાતો કરે…
ને બે પગલાંમાં થોભી જાય…
રસ્તા પર પડતા બચવા…
નજરોમાં પડતો જાય…
કેવી જાણે દોડમાં છે…
જેના માટે બધું છોડવા તૈયાર…
સમય કાઢીને પૈસા કમાય…
ને પછી પૈસા ખર્ચવા સમય ન કઢાય…
દિલ પથ્થરનું થતું જાય છે, કે…
હવે ભગવાને દિલ જ આપવાનું બંધ કર્યું...
દરેક વાતમાં લાભ…
બાકી બધે પાણી ફર્યું…
નાટક હવે રંગમંચ પર નહીં…
સંબંધોમાં રમાય…
મતલબની હદો પાર કરી…
મેચ્યોર થવાય.…
દરેકમાં જાતનું જોવું…
તેને હવે જીવન કહેવાય...
ને પરિસ્થિતિ સાથે રંગ બદલે…
તેને માણસ કહેવાય….
Comments
Post a Comment