જોઉં તને હું જ્યારે પણ.....



જોઉ તને હું જ્યારે પણ
થઈ જાય તારો આ મારો મન..
              જોઉં તને હું જ્યારે પણ….

સતત વહેતો આ પ્રવાહ.,
તારા મુખ પર થોભે.(*૨)
ન જાણે નાનકડો વાદળ.,
કેવી રીતે અમી પર શોભે.
તેજ જોઈ જોઈ તારા હૃદયમાં.,
ખોતો જાવ હું તિમિરનો રંગ.,
                  જોઉ તને હું જ્યારે પણ...

સંભાળતો  ખુદને ક્ષણ પહેલા.,
ને તારા નેત્રમાં હવે ડૂબતો જાવ.,(*૨)
તારા શશી સમા રૂપ પર.
સાગરના મોતી પણ ત્યજતો આવ.,
સ્મિત તારા હોઠ નો 
કરાવે હમેશ મને નમ.
                   જોઉં તને હું જ્યારે પણ….

મધુર એ મીઠો સ્વર તારો.,
મારા દિલ ને છંછોડે.,(*૨)
તારા રેશમી વાળની ઘટા.,
મારી આંખોને પંપોળે.,
થઈ જાવ હું નિશ્વેસ્ત.,
તારા જોબનનો છે અલગ ઢંગ.,
                    જોઉં તને હું જ્યારે પણ….

તારા રૂપ-રેખા નો આકાર.,
છે સાગર ને પર્વત જેવો.,(*૨)
ખોવાય સંપુર્ણ તારામાં.,
જે નીકળે શોધવા એ રંક ભલે કે રાજા એવો.,
તારા સ્પર્શનો ભાષ કરવા.,
વહી જાય ભાવનામાં મારો મન.
                    જોઉં તને હું જ્યારે પણ….


@ લાગણીના શબ્દો.....

Comments

Popular posts from this blog

કોરોના પર કવિતા.....

It's not yet clear....

જીવન જાણે ધીરે ધીરે.....