જીવન જાણે ધીરે ધીરે.....


ક્ષણ પહેલા તો શરૂ થયો
ને હમણાં જ પુરો થતો જાય..
જિંદગી નો મધુર પ્રવાસ.,
જાણે, પલકારામાં સરતો જાય…(*૨)
જીવન જાણે ધીરે ધીરે.
બસ યાદો બનતું જાય….

મિત્રોનો સાથ હમણાં તો મળ્યો.,
હાથનો સંગાથ હાથમાં ભળ્યો..(*૨)
હસતા હસતા જ એકમેકની વાતમાં.,
કંચન સમાં સમય જડ્યો..(*૨)
બેસતાં એકાંતમાં સાગર તટે.,
જેની ભરતી હવે ઓટ થતી જાય…
જીવન જાણે ધીરે ધીરે.
બસ યાદો બનતું જાય….

રાત્રી એ ઝગમગ કરતી.,
ને પ્રહાર કલરવ ભરતું..(*૨)
જીવનનું એકએક પળ.,
નદીની જેમ વહેતુ કરતું(*૨)
ઊગેલો સૂરજ પ્રકાશમાં.,
સંધ્યામાં હવે ઢળતો જાય…
જીવન જાણે ધીરે ધીરે.
બસ યાદો બનતું જાય….
બસ યાદો બનતું જાય….

Comments

Post a Comment

Popular posts from this blog

કોરોના પર કવિતા.....

It's not yet clear....