પૃથ્વી.....
પૃથ્વી જેને આપણે બધા એ માતાની પદવી આપી છે. જેમ માં પોતાના બાળકને સાચવે છે, ઉછરે છે ને દરેક પ્રકારનું આનંદમય જીવન અર્પણ કરે છે. તેવી જ રીતે પૃથ્વી પણ તેના પર જન્મ લીધેલા સમસ્ત જીવને સાચવે છે, ઉછરે છે ને દરેક રીતનું આનંદમય જીવન અર્પણ કરે છે. તે માં ની જેમ જ પોતાને કષ્ટ આપનારને પણ માફ કરી નિસ્વાર્થ પ્રેમ આપે છે. પૃથ્વીનું આ મધુર પ્રેમ વર્ષોથી તેના પર રહેતા દરેક જીવને મળતું આવ્યું છે, પરંતુ વર્તમાનની પરિસ્થિતિ જોતા ભવિષ્યમાં આ જ પ્રેમ મળે તે કલ્પવું કે વિચારવું અઘરું લાગે છે.
પૃથ્વી મનુષ્યને બધા જ સ્ત્રોતો પુરા પાડે છે. જે ખરેખર તો અનમોલ છે. જેમકે, ખાવા માટે ખોરાક, પીવા માટે પાણી, શ્વાસોચ્છવાસ માટે હવા અને અનેક કાર્ય માટે અનેક સ્ત્રોત. તે જ જંગલોનું યોગ્ય રીતે નિર્માણ કરે છે ને પશુ પંખીને સાચવે છે, તે જ નદીને મીઠી અને બધા માટે પીવા લાયક બનાવે છે, વાદળોના સ્વરૂપ લઈ વરસાદ વરસાવે છે. ખોળામાં જેમ માં બાળકનું જતન કરે છે તેમ પૃથ્વી આપણને સાચવે છે. તે દરેક રીતે જીવન માટે ઉપયોગી છે. જો તે જ ન બચે તો જીવન જ ન હોય!
વીસમી સદી જાણે વિજ્ઞાનની સદી. આ સદી જેટલી પ્રગતિ કરી તેટલી તો મનુષ્ય એ કોઈ બીજી સદી માં કરી જ નથી. પણ કોના ભોગે ? કુદરતના!, પૃથ્વીના! એ પૃથ્વી જે આપણને સંપતિઓ ભરપૂર આપી હોય તેનું જ દુરુપયોગ કરી તેને જ નષ્ટ કરવા તત્પર થઈ ગયા છીએ. પ્રગતિ કરવું સારું છે જે જીવનને એક પગલુ આગળ લઈ જાય. પરંતુ એવી પ્રગતિ શુ કામની જે જીવન સરળ બનાવે પણ જીવવા લાયક ધરા જ ન છોડે! પશુ પંખી તો પ્રકૃતિને વરદાન માણી જીવે છે. પરંતુ મનુષ્ય જ લાલચી બની બધું નષ્ટ કરે છે. પોતાની અમર્યાદિત ઈચ્છાના લીધે મનુષ્ય ધીરે ધીરે પૃથ્વીને લૂંટતો જાય છે જે અવિશ્વસનીય છે ને માફીના યોગ્ય તો નથી જ.
આપણા સ્વસ્થ જીવન માટે પૃથ્વીનું સ્વસ્થ રહેવું અતિ મહત્વનું છે. જો તે સ્વસ્થ ન રહેશે તો દુનિયાનો કોઈપણ જીવ શાંતિથી તથા આનંદથી જીવન વિતાવી ન શકે. આપણે તેને સ્વસ્થ રાખવા પગલાં તો લીધા છે. પણ આ અપૂરતા લાગે છે. પૃથ્વીના સંરક્ષણ માટે ફક્ત એક જ દિવસ કામ કરી તેને બચાવી ન શકીએ. તેનું મહત્ત્વ ને તેનું મોલ અતિ છે. કદાચ અનમોલ છે જેને આપને બધા ચૂકવી ન શકીએ. તેનું ઋણ ઉતારી ન શકીએ. તેના માટે કોઈ સુસંગત જ માર્ગ અપનાવવો હિતાવહ છે.
Comments
Post a Comment