માં.....


માં, માતા, અમ્મા, માઈ, આઈ કે પછી મધર. જે કંઈ નામથી બોલુ, અર્થ તો એક જ થાય ઈશ્વર! જેના વિશે લખવું મારા મતે સૂરજની સમક્ષ જ્યોત પ્રજ્વલિત કરવા જેવું છે. મારા જન્મ પછી કોઈ દિવસ એવો પસાર ન થયો હોય કે માં મારા હિત વિશે ન વિચારતી હોય. તેમના દિવસની શરૂઆત મારા સુખ માટેની પ્રાર્થનાથી થાય ને અંત મારા દુઃખ માટેની ચિંતાથી. માં જાણે મારી દરેક સમસ્યા માટે પર્વતની જેમ અડીખમ ઉભી રહી માતૃત્વના મધુર ઝરણાંનું રસપાન કરાવે છે. મારા જીવનરૂપી છોડમાં જાણે પ્રેમનું અમૃત રેડતી જાય ને સાથે ભરીભરીને દુવાઓની ખાધ નાખતી જાય. દુઃખમાં પણ હસતાં મોઢે બધું સહન કરી ડગમગ કરતી નૌકાને કિનારે પહોંચાડવું એ હું તેમનાથી જ શીખ્યો છું. તે મારા જીવનમાં નૈતિકતા, શિષ્ટતા, પ્રામાણિકતા અને સભાનતા જેવા ચાર સ્તંભને જકડીને ઉભી છે. જીવનમાં બધી વસ્તુ સંભાળવી મારા માટે અઘરી છે પણ માં હળવાશથી બધું સંભાળી લે છે. હું ક્યારેક તો વિચાર કરી થાકી જાવ પણ માં ઘરના કામ અને જવાબદારીથી થાકતી નથી. મહેમાનો અને અમારું તો છોડો માંતો પશુપંખીની પણ સંભાળ રાખે. તે જીતી જાગતી સંસ્કૃતિની મિશાલ છે. માં કહે સુખ બધુ તમારુ ને દુઃખ બધું મારુ. વાહ! શું એમનું બલિદાન?  ખરેખર મારી પ્રેરણાનો સ્ત્રોત માં છે. ફક્ત મારી નહીં પણ જગની તમામ માતાઓ સર્વશ્રેષ્ઠ છે. 

Comments

  1. Mother is most importent part of our life nice word for mother you are nice writer

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કોરોના પર કવિતા.....

It's not yet clear....

જીવન જાણે ધીરે ધીરે.....