કોરોના પર કવિતા.....
સડકો સુમસામ જોતા... થોડું અટપટું લાગે છે... પણ જીવને બચાવવા... ઘરમાં સારું લાગે છે... છે આ ગંભીર પરિસ્થિતિ... કદાચ આપણે જ ઊભી કરી છે... પશુ-પંખીના ભોગે... કુદરતને છંછોડી છે... ન કોઈ ઉત્તર આનો... ન કોઈ હલ છે... બસ મૃત્યુની સાથે જીવવું... આ કર્મોનું ફળ છે... એક આશ જાગી છે હવે... સંભાળીને પગલાં લેવામાં... પ્રાર્થના કરી ઈશ્વરને... તેના ભરોસે રહેવામાં... દૂર રહેવું ગમતું નથી... પણ સાથે રહેવામાં ડર લાગે છે... જેથી જીવને બચાવવા... ઘરમાં સારું લાગે છે... ઘરમાં સારું લાગે છે.....