તારી તુલના.. મુજથી ન થાય…



તારી તુલના..
મુજથી ન થાય…

ચાંદ વગરની રાત.,
ચાંદની સાથે જીવાય..
પણ તારી તુલના.,
મુજથી ન થાય….

તું છે સુરજ સમ.,
ધગધગ વાયુનો ગોળો.(*૨)
ને સરિતાનો.,
સતત સાગરમાં વહેતો છેડો…
તિમિરનો એ રંગ,
ક્ષણમાં મુજથી ભૂંસાય…
પણ તારી તુલના.,
મુજથી ન થાય.,
મુજથી ન થાય……

વૃક્ષ જેવો સ્વભાવ તારો.,
ને હવાનું વહેતો પ્રવાહ તું..(*૨)
હૃદયમાં જે સઘળું સમાવતો.,
એ જમી ભરેલ અવકાશ તું…
મેઘધનુષના રંગને…
આંખના પલકારામાં ફેરવાય…
પણ તારી તુલના.,
મુજથી ન થાય…

તારી તુલના..
મુજથી ન થાય…

Comments

Popular posts from this blog

કોરોના પર કવિતા.....

It's not yet clear....

જીવન જાણે ધીરે ધીરે.....