પહેલા તમે.....


પહેલા તમે...

ને પછી આ જગ આવે.,

ધબકાર મારા હૃદયમાં.,

તમારું અતૂટ પ્રેમ લાવે..

તમારું અતૂટ પ્રેમ લાવે..

મારા માટે, 

પહેલા તમે….

ને પછી આ જગ આવે….


મારી સાચી કિંમત..

લોકોને કદાચ શૂન્ય દેખાય…

પણ તમારી નજરે.,

મારા આંસુ પણ મોતીયે વેચાય…

મારા આંસુ પણ મોતીયે વેચાય..

નાનકડા આ પંખીને…

તમારા જેવો અવકાશ ભાવે…

મમ્મી પપ્પા સાચે, મારા માટે

 પહેલા તમે,

ને પછી આ જગ આવે…..


મારી ખુશીના ક્ષણમાં.,

જાણે બધા મારા હોય..

પણ દુઃખના એ કાળે…

તમારા વગર, મુજને કોણ જોય…

ખરેખર મુજને કોણ જોય….

મુસીબતમાં રહેલા આ ભક્તને.,

પ્રેમાળ તમારા જેવા ભગવાન ભાવે…

મમ્મી પપ્પા કસમથી, મારા માટે…

પહેલા તમે,

ને પછી આ જગ આવે….



@લાગણીના શબ્દો

Comments

Popular posts from this blog

કોરોના પર કવિતા.....

It's not yet clear....

જીવન જાણે ધીરે ધીરે.....