કોઈ કદર નથી તારી એ જિંદગી…..
કોઈ કદર નથી તારી એ જિંદગી…
હવે બેફામ તને ગુજારું છું…(*૨)
શ્વાસોના બદલે આંસુ આપી…
તારું આ કર્જ ઉતારું છું…
તારું આ કર્જ ઉતારું છું…
હવે બેફામ તને ગુજારું છું…
એક દોર હતું કે જ્યારે તું મને ગમતી…
નજરોમાં સમાઈ ને ખ્વાબોમાં રમતી…(*૨)
તારું આ ખોટું વલણને તરછોડી…
હું તને ખુદથી જરા નકારું છું…
હું તને ખુદથી જરા નકારું છું…
હવે બેફામ તને ગુજારું છું…
તારી એક અદા મને ખૂબ પ્રેરિત કરે...
ખુશીનું નામ આપી, કેવી તું ધીરેથી દુઃખ ભરે…(*૨)
બસ તારી આ અદાથી જ…
તારું થઈને પણ તને ભુલાવું છું…
તારું થઈને પણ તને ભુલાવું છું…
હવે બેફામ તને ગુજારું છું…
કોઈ ફરક ન પડે જો તું હવે જાય…
ધડકનને રોકી પળ પળ મરતી થાય… (*૨)
મોતની ચાદર હસતે ઓઢી…
કબર પર તને સજાવું છું…
કબર પર તને સજાવું છું…
હવે બેફામ તને ગુજારું છું…
કોઈ કદર નથી તારી એ જિંદગી…
હવે બેફામ તને ગુજારું છું…
- જયંત
Comments
Post a Comment