મારા શ્યામ તમે.....
તારી તરસ જાગી….
દિલની આ ધડકનને….
ધૂન તારી લાગી….(*૨)
તારી વગર થાય નહીં….
મારી સવાર સાંજ…..
મારા શ્યામ તમે… જરા સાથ આપજો…
ઓ મારા શ્યામ તમે…. જરા સાથ આપજો…
કૃષ્ણ મારા…. મને સાથ આપજો
ચાંદને ચાંદની… સૂરજને રોશની…
તારી દેન છે…….
ઓ…. ચાંદને ચાંદની… સૂરજને રોશની…
તારી દેન છે,
સાગરમાં સાદગી ને સુગંધ ફુલની…
ભેટ તારી છે….
તારા ચરણોમાં રહે જાણે….
જગના ત્રણે ધામ….
મારા શ્યામ તમે… જરા સાથ આપજો…
ઓ મારા શ્યામ તમે…. જરા સાથ આપજો…
કૃષ્ણ મારા…. મને સાથ આપજો
તારું મારું કરતા કરતા….
જીવન બગાડતો….
ઓ.. હું તો.. તારું મારુ કરતા કરતા…
જીવન બગાડતો….
તારી વગર વાતોમાં…
પરમ સુખ ટાળતો….
તારા લીધે સૌને મળે….
સીધું મુક્તિ સ્થાન…
મારા શ્યામ તમે… જરા સાથ આપજો…
ઓ મારા શ્યામ તમે…. જરા સાથ આપજો…
કૃષ્ણ મારા…. મને સાથ આપજો
હું તો દુખિયારો…
સુખને તરસ્તો….
ઓ હું તો દુખિયારો…
સુખને તરસ્તો…
તારા સિવાય મને ક્યાં…
કોઈ સમજતો….
તું છે મારા જીવનનો….
એક જ મુકામ…..
મારા શ્યામ તમે… જરા સાથ આપજો…
ઓ મારા શ્યામ તમે…. જરા સાથ આપજો…
કૃષ્ણ મારા…. મને સાથ આપજો
ઓ મારા શ્યામ તમે… જરા સાથ આપજો…
ઓ મારા શ્યામ તમે…. જરા સાથ આપજો…
કૃષ્ણ મારા…. મને સાથ આપજો
#લાગણીના શબ્દો.....
Comments
Post a Comment