ખોવાયો હું છું…..


ખોવાયો હું છું…
પણ બધું શોધતો ફરું છું…
શાંતિ માટે જાણે…
દિલમાં ચિંતા ભરું છું…(*૨)
કેવી સફળતા આ દુનિયાની…(*૨)
જે અહીં જ રહી જવાની…
પાગલ થઈને દોડી દોડી…
જાણે જિંદગી વહી જવાની…(*૨)
આંખો બંધ છે જાણે હવે…
તો જ દિલમાં અંધારું ફેલાય છે…
બાકી હસતા ચહેરાની સાથે…
કોણ રડતું દેખાય છે… (*૨)
મુખટો છે ચહેરા પર…
ને દિલમાં હવે ખોટ રહેતી…
પણ કળયુગમાં એ જ મહાન…
જેના ખિસ્સામાં નોટ રહેતી… (*૨)
મન નહીં માનતું હવે…
જાણે સુકુનથી રહેવામાં…
કોઈની પણ સાથે હવે…
સાચી વાતો કહેવામાં…
થોડી આ હવાની અસર…
ને થોડી આ માયા છે…
આમ જ દર દર ભટકવાની…
જાણે હવે સૌની કાયા છે… (*૨)
દિલમાં થાય, કે કદાચ દિલ જ ન રહેતે… (*૨)
પથ્થર રહેતે… તો બહું જ સારું રહેતે…(*૨)
ક્યાં શોધું હવે ખુદને?
હું તો દુનિયાભરની ઉલઝનમાં છું…
શ્વાસોનો ભાર લઈ…
જિંદગીની, ખોટી મથામણમાં છું…
જિંદગીની મથામણમાં છું…

ખોવાયો હું છું……


- જયંત

Comments

Post a Comment

Popular posts from this blog

કોરોના પર કવિતા.....

It's not yet clear....

જીવન જાણે ધીરે ધીરે.....