પહેલા તમે.....
પહેલા તમે... ને પછી આ જગ આવે., ધબકાર મારા હૃદયમાં., તમારું અતૂટ પ્રેમ લાવે.. તમારું અતૂટ પ્રેમ લાવે.. મારા માટે, પહેલા તમે…. ને પછી આ જગ આવે…. મારી સાચી કિંમત.. લોકોને કદાચ શૂન્ય દેખાય… પણ તમારી નજરે., મારા આંસુ પણ મોતીયે વેચાય… મારા આંસુ પણ મોતીયે વેચાય.. નાનકડા આ પંખીને… તમારા જેવો અવકાશ ભાવે… મમ્મી પપ્પા સાચે, મારા માટે પહેલા તમે, ને પછી આ જગ આવે….. મારી ખુશીના ક્ષણમાં., જાણે બધા મારા હોય.. પણ દુઃખના એ કાળે… તમારા વગર, મુજને કોણ જોય… ખરેખર મુજને કોણ જોય…. મુસીબતમાં રહેલા આ ભક્તને., પ્રેમાળ તમારા જેવા ભગવાન ભાવે… મમ્મી પપ્પા કસમથી, મારા માટે… પહેલા તમે, ને પછી આ જગ આવે…. @લાગણીના શબ્દો