ખોવાયો હું છું…..
ખોવાયો હું છું… પણ બધું શોધતો ફરું છું… શાંતિ માટે જાણે… દિલમાં ચિંતા ભરું છું…(*૨) કેવી સફળતા આ દુનિયાની…(*૨) જે અહીં જ રહી જવાની… પાગલ થઈને દોડી દોડી… જાણે જિંદગી વહી જવાની…(*૨) આંખો બંધ છે જાણે હવે… તો જ દિલમાં અંધારું ફેલાય છે… બાકી હસતા ચહેરાની સાથે… કોણ રડતું દેખાય છે… (*૨) મુખટો છે ચહેરા પર… ને દિલમાં હવે ખોટ રહેતી… પણ કળયુગમાં એ જ મહાન… જેના ખિસ્સામાં નોટ રહેતી… (*૨) મન નહીં માનતું હવે… જાણે સુકુનથી રહેવામાં… કોઈની પણ સાથે હવે… સાચી વાતો કહેવામાં… થોડી આ હવાની અસર… ને થોડી આ માયા છે… આમ જ દર દર ભટકવાની… જાણે હવે સૌની કાયા છે… (*૨) દિલમાં થાય, કે કદાચ દિલ જ ન રહેતે… (*૨) પથ્થર રહેતે… તો બહું જ સારું રહેતે…(*૨) ક્યાં શોધું હવે ખુદને? હું તો દુનિયાભરની ઉલઝનમાં છું… શ્વાસોનો ભાર લઈ… જિંદગીની, ખોટી મથામણમાં છું… જિંદગીની મથામણમાં છું… ખોવાયો હું છું…… - જયંત